ગુજરાત
News of Saturday, 24th April 2021

ભરૂચમાં ઍક જ દિવસમાં ઍક સાથે ૪૫ મૃતદેહોની અંતિમવિધીઃ ૧૦૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

ભરૂચ: ગુજરાતના મહાનગરો બાદ હવે નગરપાલિકાઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. નાના શહેરોમાં પણ હવે મોતનો આંકડો વધી રહ્યો છે. જેમાં ભરૂચ શહેરની હાલત પણ સ્ફોટક છે. ભરૂચમાં કોવિડ સ્મશાન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં એક દિવસના સૌથી વધુ એવા 45 મૃતદેહોને શુક્રવારે અગ્નિ સંસ્કાર કરાયા હતા. ભરૂચમાં કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કારનો આ સૌથી મોટો આંક છે.

ભરૂચમાં ગઈકાલે એક જ દિવસમાં 45 મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાયા છે. ભરૂચમાં આજરોજ સત્તાવાર 106 નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે 50 ટકા તો મોત છે.

મહિલા કાઉન્સિલરનું મોત

ફેબ્રુઆરી મહિનામાં ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસ પાર્ટીના જીતેલા ઉમેદવાર અસમા ઈકબાલ શેખનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

કબરો પણ એડવાન્સમાં ખોદી રખાય છે

ભરૂચ જિલ્લામાં કોવિડ સ્મશાનમાં રોજના 30 લોકોના મોતનો આંકડો સામે આવી રહ્યો છે. ત્યારે મુસ્લિમ સમાજમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા ભયાવહ રીતે વધી ગઇ છે. છેલ્લાં 15-20 દિવસથી મુસ્લિમ સમાજના પણ અનેક લોકોના મોત થયાં છે. રોજના 10થી 15 લોકોના મોતના અહેવાલ મળે છે. કબ્રસ્તાનમાં અગાઉથી જ 4-5 કબરો ખોદી રાખવી પડે છે.

(4:43 pm IST)