ગુજરાત
News of Saturday, 24th April 2021

ગુજરાતના ૭૧ લાખ પરિવારોને બે માસ વિનામૂલ્યે ઘઉં-ચોખા મળશે

કેન્દ્રની જાહેરાત મુજબ બે વખતમાં કાર્ડ દીઠ કુલ ૭ કિલો ઘઉં ૩ કિલો ચોખા અપાશે

રાજકોટ તા. ર૪ :.. ભારત સરકારે મે અને જુન મહિનામાં ગરીબ પરિવારોને રેશન કાર્ડ પર મફત ઘઉં, ચોખા આપવા કરેલી જાહેરાતના અમલ માટે ગુજરાત સરકારે તૈયારી શરૂ કરી છે. રાજયમાં ખાદ્ય સુરક્ષા હેઠળ આવતા ૭૧ લાખ પરિવારો આ લાભ મેળવવા પાત્ર બનશે. આવા કાર્ડ ધારકોને રાબેતા મુજબ રાહત દરે મળતા અનાજ ઉપરાંત આ ઘઉં-ચોખાનો વધારાનો લાભ વિનામૂલ્યે મળશે.

કાર્ડ દીઠ પ્રથમ મહિને ૩ાા કિલો ઘઉં અને ૧ાા કિલો ચોખા વિનામૂલ્યે મળશે. બીજા મહિને પણ એટલાં જ જથ્થો મળશે. રાબેતા મુજબના વિતરણ સાથે વધારાનો જથ્થો આપવો કે અલગથી આપવો તે હજુ નકકી નથી. વિનામૂલ્યે ઘઉં-ચોખા વિતરણનો સમય અને પધ્ધતિ રાજય સરકાર આવતા અઠવાડીયે જાહેર કરશે.

(3:40 pm IST)