ગુજરાત
News of Saturday, 24th April 2021

ઓરી ગામમાં બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરને ઝડપી પાડતી એસ.ઓ.જી.તથા એલ.સી. બી., નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક,નર્મદા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં કોરોના મહામારીના કપરા સમય દરમીયાન બોગસ સર્ટીના આધારે તબીબી સારવાર કરતા ડોક્ટરોને ઝડપી પાડવાની સુચના મળતા એમ.બી ચૌહાણ, ઇ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નર્મદા અને એસ.ઓ.જી તથા એલ.સી.બી.સ્ટાફના સાથે પી.એચ.સી સિસોદ્રા ના ઇ.ચા. મેડીકલ ઓફીસર ડો. દિવ્યાબેન ખેર ને સાથે રાખી આમલેથા પો.સ્ટે.વિસ્તારના ઓરી ગામના શાસ્ત્રીજી ફળિયા ખાતે એક ઇસમ પોતાના મકાનમાં તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનું ખોલી પ્રેક્ટીસ કરતા હોવાની બાતમી ના આધારે રેડ કરતા મુલ્કી રાવત મંશીરાવત બિંદ રહે.ઓરી, તા.નાંદોદ, મુળ રહે.ભાઠા, ( બિહાર ) નાનો દવાખાનું ચલાવતો હોવાનું જણાઇ આવતા તેને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં આવા કોઇ સર્ટી નહી હોવાનું જણાવતા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ-૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૫ મુજબ એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ.રૂ.૧,૪૦,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ અર્થે આમલેથા પોસ્ટ ખાતે સોંપવામાં આવેલ છે

(10:58 pm IST)