ગુજરાત
News of Wednesday, 24th April 2019

વડગામના છાપીમાં ટેન્કર બનાવતા કારખાનામાં કામ કરતા કર્મચારીનું વિજ કરંટથી મોત :અરેરાટી

મૂળ યુપીના મુદ્દસ્સર મુબારકઅલી પઠાણને વેલ્ડીંગનું કામ કરતી વેળાએ વીજકરંટ જીવેલણ બન્યો

વડગામ તાલુકાના છાપી ખાતે એક ટેન્કર બનાવતા કારખાનામાં વેલ્ડીંગનું કામ કરતા કર્મીનું અચાનક વિજ કરંટ લાગતા ઘટના સ્થળે મોત નિપજતાં સહકર્મીઓમાં અરેરાટી વ્યાપી હતી.

  અંગે મળતી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના ટાડાં બાગપત છપરોલીના રહેવાસી અને હાલમાં છાપી તાજનગરમાં રહી છાપી ખાતે ટેન્કર બનાવતા વસંત ફેબ્રિકેશન પ્રાઈવેટ કંપનીમાં વેલ્ડીંગનું કામ કરતા મુદસ્સર મુબારકઅલી પઠાણ( ઉ વ. ૨૮)  વેલડીગનું કામ કરતા હતા તે દરમિયાન અચાનક વિજ કરંટ લાગતાં તાત્કાલિક સારવાર અર્થે છાપીની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જોકે વધુ સારવાર અર્થે વડગામ સીએચસીમાં ખસેડવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો

   વીજ કરંટને લઈ કારખાનામાં કામ કરતા કર્મીનું મોત નિપજતાં સહ કર્મીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ઘટનાની જાણ થતાં મૃતુકની પત્ની સહિત પરિવારમાં ભારે શોક છવાઈ ગયો હતો દરમિયાન મૃતુકની લાશને અંતિમ ક્રિયા માટ મૃતુના વતન ઉત્તરપ્રદેશ લઈ જવા તજવીજ હાથ ધરી હતી

(9:15 pm IST)