ગુજરાત
News of Wednesday, 24th April 2019

અમદાવાદ બાવળાના બાપુપુરા બૂથ ખાતે બોગસ વોટિંગ :વિડિઓ વાયરલ

જિલ્લા પંચાયત પ્રમુખે આરોપ ફગાવ્યા :કહ્યું આ વિડિઓ જૂનો છે કેટ્લો જૂનો એ ખબર નથી

અમદાવાદ જિલ્લાના બાવળાના બાપુપુરા ગામે બુથ નંબર એકમાં બોગસ વોટિંગ થયાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં જિ.પં.પ્રમુખ. જિતેન્દ્રસિંહ ચૌહાણ બૂથની અંદર હતા તથા આરોપ લગાડવામાં આવ્યો છે કે જિતેન્દ્રસિંહ ચૌહાણ જ બોગસ વોટિંગ કરાવ્યું છે.

આ મામલે કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ કરે તેવી સંભાવના છે. વાયરલ વીડિયોમાં સફેદ કપડામાં દેખાતો શખ્સ જિતેન્દ્રસિંહ ચૌહાણ ચૂંટણી કર્મચારીઓના સ્ટાફ અને પોતાના માણસો સાથે વાતચીત કરી મતદાર યાદી ચેક કરી જે મતદારો મતદાન કરવા નથી આવ્યા તેમના નામો અલગ તારવે છે તથા તેમના નામે બોગસ વોટિંગ કરવાનું કહી રહ્યા છે.

ગાંધીનગર મત વિસ્તાર હેઠળ આવતા બાવળામાં બોગસ વોટિંગ થયાના આરોપ લાગ્યા છે ત્યારે જેમના પર બોગસ વોટિંગ કરાવવાનો આરોપ મુકાયો છે તેવા જિતેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પર લાગેલા આરોપોને ખોટા ગણાવે છે. તેમનો દાવો છે કે આ વીડિયો જૂનો છે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જો કે જિતેન્દ્રભાઈને એ ખબર નથી કે વીડિયો કેટલો જૂનો છે.

  આ વાઇરલ વિડીયોની અમો કરતા નથી  પરંતુ જો આ ઘટના બની હોય તો એ લોકશાહી માટે ગણી જ ખતરનાક નીવડે એમ છે. આ વિડીયો વાઇરલ થ્ય બાદ ચૂંટણી પંચ પણ હરકતમાં આવી ગયું છે.

(8:41 pm IST)