ગુજરાત
News of Wednesday, 24th April 2019

અમરેલીમાં સૌથી વધુ 43.2 ડિગ્રી તાપમાન : સુરેન્દ્રનગર 42 ડિગ્રી: અમદાવાદ 41.9 , ગાંધીનગર 41.8, રાજકોટ41.3 ડિગ્રી તાપમાન: મહત્તમ તાપમાનમાં સતત વધારો

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સોમવારથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે આજે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ અમરેલીમાં તાપમાન નોંધાયું છે અમરેલીમાં મહત્તમ તાપમાન 43.2 ડિગ્રી નોંધાયું છે જ્યારે સુરેન્દ્રનગર માં 42 ડીગ્રી અને અમદાવાદમાં 41.9, ગાંધીનગર 41.8 રાજકોટ 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે

મહત્તમ તાપમાનમાં વધારો થવાના કારણે બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે બપોરે રસ્તાઓ સૂમસામ બની જાય છે

આજે અમદાવાદ મેં 41.9, ડીસા 40 .8, વડોદરા 40.6, સુરત 39.9, રાજકોટ 41.3, ભાવનગર 40 , પોરબંદર 33.8 વેરાવળ થી 31.3 , દ્વારકા 30.4 , ઓખા 31.6 , ભૂજ 40.5 કચ્છના નલીયા માં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે

 આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી , કચ્છના ન્યુ કંડલામાં 36.5 , કંડલા એરપોર્ટ 38.6, અમરેલી 43 2, ગાંધીનગર 41.8 સુરતના મહુવામાં 38.4 દીવમાં 36.8 વલસાડમાં 36.4 અને વલ્લભવિદ્યાનગરમાં 40.2ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે .

(7:31 pm IST)