ગુજરાત
News of Wednesday, 24th April 2019

આણંદ નજીક જીટોડિયામાં પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહનની હડફેટે વૃદ્ધનું મોત

આણંદ: નજીક આવેલા જીટોડીયા રોડ ઉપર હરિઓમનગર પાસે ગત ૧૯મી તારીખના રોજ પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને વૃદ્ઘને અડફેેટે લેતાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર જીટોડીયા હરિઓમનગર ખાતે રહતા દિલીપભાઈ નાનુભાઈ પંચાલના પિતા નાનુભાઈ ચતુરભાઈ પંચાલ (ઉ. વ. ૮૦) ગત ૧૯મી તારીખના રોજ રાત્રીના નવેક વાગ્યાના સુમારે જમીને રોડ ઉપર આંટો મારવા ગયા હતા. દરમ્યાન કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેઓ બેભાન થઈ ગયા હતા જેથી તેમને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતુ. 

(5:59 pm IST)