ગુજરાત
News of Wednesday, 24th April 2019

વડોદરાના ગોત્રી વિસ્તારમાં વહીવટી ભૂલના કારણે મતદાનથી વંચિત રહેતા ડોક્ટરને ઘરે જઈને મતદાન કેન્દ્ર પર લઇ જઈ મતદાન કરાવ્યું

વડોદરા:શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા ડોક્ટરને વહીવટી ભુલના કારણે સ્ટાફે મતદાન નહી કરી શકે તેમ કહીને મતદાનથી વંચિત રાખ્યા હતા. જોકે  ડોક્ટરના પરિવારે કરેલી ઉગ્ર રજુઆતો મામલતદાર , સુધી પહોંચતા સ્ટાફે તપાસ કરી હતી જેમાં વહીવટી ભુલ હોવાની જાણ થતાં મતદાન કેન્દ્રના અધિકારી બપોરે ખુદ ડોક્ટરના ઘરે ગયા હતા અને તેમને મતદાન કરવા માટે ફરી કેન્દ્ર પર આવવા જાણ કરી હતી અને તેના પગલે ડોક્ટર પરિવારે ફરી બપોરે તડકામાં જઈને મતદાન કર્યું હતું.

શહેરના ગોત્રી વિસ્તારની શૈશવ કોલોનીમાં રહેતા ડો.અજય ગુપ્તે માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હોઈ તે હાલમાં વ્હિલચેરના સહારે અવરજવર કરે છે. આજે સવારે નવ વાગે તેમના ૯૪ વર્ષના માતા ડો. ઉષાબેન ગુપ્તે અને પત્ની ડો.માધવીબેન સાથે ગોત્રી વિસ્તારના શૈશવ સ્કુલમાં વ્હિલચેર પર મતદાન કરવા માટે ગયા હતા.  જોકે મતદાન કેન્દ્ર પર જતા પોલીંગ બુથના સ્ટાફે ડો.અજયના નામમાં ઈલેકશન ડયુટી સર્ટીફિકેટનો  સિક્કો છે માટે તે મતદાન નહી કરી શકે તેમ જણાવતા ડોક્ટર પરિવાર તેઓની વાત સાંભળીને ચોંકી ઉઠયું હતું.

(5:57 pm IST)