ગુજરાત
News of Wednesday, 24th April 2019

સુરતના કતારગામમાં કારખાનામાં મેનેજરે 52 લાખના હીરાની ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

સુરત:કતારગામ સ્થિત વિરલ ડાયમંડમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવાને કારખાનામાંથી રૂ.૫૨.૫૦ લાખની કિંમતના રફ અને તૈયાર હીરાની ચોરી કરી હતી તેમજ કારીગરોને ચૂકવવાના પગાર અને ખર્ચની રકમ માંથી રૂ.૩૬ લાખની ઊચાપત કરતાં કારખાનેદારે તેના વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ વસનજી પાર્ક મકાન નં.૩૮ માં રહેતાં ૫૮ વર્ષીય પરસોત્તમભાઈ મોહનભાઈ લોડલીયા કતારગામ કોળી ફળીયા વાલા વાડી ખાતે વિરલ ડાયમંડના નામે હીરાનું કારખાનું ધરાવે છે. મૂળ બોટાદનો વતની અને સુરતમાં સરથાણા સીમાડા રોડ કૃષ્ણકુંજ સોસાયટી મકાન નં.૩૦૩ માં રહેતો ૩૮ વર્ષીય દિલીપ પોપટભાઈ મોરજા તેમના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. દિલીપે પોતાના કામના સમય દરમિયાન રૂ.૫૨.૫૦ લાખની કિંમતના રફ અને તૈયાર હીરાની ચોરી કરી હતી તેમજ કારીગરોને ચૂકવવાના પગાર અને ખર્ચની રકમ રૂ.૩૬,૦૦,૨૮૧ જેટલી વધુ દર્શાવી તે રકમની ઉચાપત કરી હતી.

(5:53 pm IST)