ગુજરાત
News of Wednesday, 24th April 2019

ગુજરાત માટે શરમજનક... ૯૨ વર્ષના વડીલ મનસુખભાઈ પંચાલ પેન્શન માટે ઉપવાસ કરશે

આદર્શ જીવન ધરાવતા અનોખા સાઈકલવીરનું સન્માન કરવું તો દૂર, સહાય પણ સરકાર કરતી નથી : અમદાવાદ સાબરમતી આશ્રમે ઉપવાસ લડત છેડશે : અનેક રજૂઆતો છતા શાસકો લાજવાબ

રાજકોટ, તા. ૨૪ : રાજયમાં હજુ ગઈકાલે જ ચૂંટણી સંપન્ન થઈ છે. ભાજપ - કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી જીતવા અનેક વચનો આપ્યા હતા. દરમિયાન એક ૯૨ વર્ષના વડીલને પોતાના જીવન નિર્વાહ માટે ઉપવાસ કરવા પડે તે દુઃખદ બાબત છે.

આઝાદીના ઘડવૈયા ૯૨ વર્ષના શ્રી મનસુખભાઈ પંચાલ કહે છે કે હું મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રીય શાળામાંે મળ્યો હતો. મેં મારા જીવનમાં અનેક સેવાકાર્યો કર્યા છે. લડત માટે સાયકલ પ્રવાસ કર્યા હતા. જે તે સમયે મને કોંગ્રેસ પક્ષ દ્વારા પેન્શન આપવામાં આવેલ પણ મેં તેનો સ્વીકાર કર્યો ન હતો. આજે મારે આ ઉંમરે જીવન નિર્વાહ માટે દર દર ભટકવુ પડે છે.

શ્રી પંચાલ કહે છે કે જીવન નિર્વાહ માટે મને પેન્શન આપવા મેં ભાજપ સરકારને અનેકપત્રો લખ્યા હતા પરંતુ આજ દિન સુધી મને એક પણ જવાબ મળ્યો નથી. મેં દેશ અને સમાજ માટે ખૂબ કાર્યો કર્યા છે.

થોડા સમય પહેલા તેઓ બસ પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેઓનો મોબાઈલ સહિત અગત્યના કાગળો સાથેનો થેલો પણ પડી ગયેલ. હાલમાં શ્રી મનસુખભાઈ પંચાલ ગાંધીનગર ખાતે સેકટર-૨૩માં રહે છે. તેમના મિત્ર શ્રી હરીભાઈ પટેલનો મો.૯૪૨૭૦ ૨૦૪૨૯ છે.

(4:20 pm IST)