ગુજરાત
News of Wednesday, 24th April 2019

ધર્મનંદન ડાયમંડ સાથે ૧.૫૦ કરોડની છેતરપિંડી

શ્યામાન્તક ડાયમંડના ભાગીદારોએ ૧૨૦ દિવસમાં પેમેન્ટ ચૂકવી આપવાનું કહ્યુ હતું

સુરત, તા. ૨૪ :. કતારગામ નંદુડોશીની વાડી અક્ષર બિલ્ડીંગમાં આવેલ શ્યામાન્તક ડાયમંડ પેઢીના ભાગીદારો દ્વારા જાણીતી ધર્મનંદન ડાયમંડ પેઢી પાસેથી રૂપિયા ૧.૪૫ કરોડનો રિયલ ડાયમંડની રફનો ૧૫૦૦ કેરેટનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી ચુકવી ઉઠમણું કર્યુ હતું.

બનાવ અંગે કતારગામ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ નાની વેડ ભગતનગર સોસાયટીમાં રહેતા કમલેશ ગણેશ કેવડીયા કતારગામમા  આવેલ ધર્મનંદન ડાયમંડ પ્રા.લી. કંપનીમાં મેઈન મેનેજર તરીકે નોકરી કરે છે.

કમલેશે ગઈકાલે કતારગામ નંદુડોશીની વાડી અક્ષર બિલ્ડીંગમાં આવેલ શ્યામાન્તક ડાયમંડ પ્રા.લી.ના ભાગીદાર હિંમત જી. કોશીયા અને વિજય ગોપાલ કોશીયા સામે ફરીયાદ નોંધાવી હતી.

(3:50 pm IST)