ગુજરાત
News of Wednesday, 24th April 2019

અમદાવાદ સહિત રાજ્યમાં હિટવેવ માટે ચેતવણી જારી

અમરેલીમાં મહત્તમ તાપમાન વધીને ૪૩.૨ થયું : અમદાવાદમાં પણ તીવ્ર ગરમી વચ્ચે હિટવેવની ચેતવણી

અમદાવાદ, તા.૨૪ : ગુજરાતમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી એકવાર ફરી વળ્યું છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પારો ૪૩થી ઉપર પહોંચી ગયો હતો. અમરેલીમાં મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં પારો ૪૧.૯ રહ્યો હતો. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. હિટવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાયછે.

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરામાં હિટવેવની ચેતવણી રહેશે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ હિટવેવની ચેતવણી જારી કરાઈ છે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા.૨૪ : ગુજરાતના જુદા જુદા ભાગોમાં મત્તમ તાપમાન નીચે મુજબ રહ્યું હતું.

સ્થળ........................................... મહત્તમ તાપમાન

અમદાવાદ................................................... ૪૧.૯

ડિસા............................................................ ૪૦.૮

ગાંધીનગર................................................... ૪૧.૮

સુરત........................................................... ૩૯.૯

વલસાડ....................................................... ૩૬.૪

અમરેલી...................................................... ૪૩.૨

રાજકોટ....................................................... ૪૧.૩

સુરેન્દ્રનગર...................................................... ૪૨

વેરાવળ....................................................... ૩૧.૩

દિવ............................................................ ૩૬.૬

ભાવનગર....................................................... ૪૦

કંડલા એરપોર્ટ............................................. ૩૮.૬

કંડલા પોર્ટ................................................... ૩૬.૫

(9:46 pm IST)