ગુજરાત
News of Wednesday, 24th April 2019

આજે અમારા આખા પરિવારે ૭૨ હજારની કુરબાની આપી

સોશિયલ મિડિયામાં થઇ ટીખલ

ગુજરાતમાં મતદાનના દિવસે ચૂંટણીને લઈ એકબીજા પક્ષની મજાક ઉડાવતાં મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ થયેલા સંદેશામાં કહેવાયું હતું કે, 'બોર્ડર ઉપર ન જઈ શકીએ તો કંઈ નહિ, બૂથ ઉપર તો જઈ શકીએ ને.' તો સામે એવો મેસેજ વાયરલ કરાયો કે, ' એક ભાઈ ભાજપને મત દેવા નીકળ્યા હતા, ત્યાં જ ઘરવાળીનો ફોન આવ્યો.. ગેસનો બાટલો આવ્યો છે, ૮૦૦ રૂપિયા આપો. એ પછી ભાઈએ કોંગ્રેસનું બટન દબાવી દીધું.'

'હજુ પણ સવારે ૮ વાગ્યા સુધી ૧૫ લાખની રાહ જોઈશ. જો નય આવેને તો પછી ૭૨ હજાર વાળું બટન દબાવી દઈશ.' 'હું વોટ તો મોદીને આપવા ગયો હતો પણ મતદાન મથક ઉપર લાઈન જોઈને નોટબંધી યાદ આવી ગઈ અને પછી.'

'આજે અમારા આખા પરિવારે ૭૨ હજારની કુરબાની આપી.' '૨૩ એપ્રિલ. ભૂલ સુધારણા દિવસ.' 'સારુ થયું ચૂંટણી પૂરી થઈ. કેટલાકે તો જાતે ચૂંટણી લડતાં હોય એમ ઉપાડો લીધો હતો.' 'બે કલાક વોટિંગ પછી EVM બોલી ઉઠયું, અલ્યા કોક કોંગ્રેસનું બટન દબાવો, નહીંતર પછી બધા મારો વાંક કાઢશે'

(11:41 am IST)