ગુજરાત
News of Wednesday, 24th April 2019

ધાનપુર પંથકમાં ઘરમાં ધુસીને પરણિત મહિલા પર સાગ્રીતની મદદથી બળાત્કાર:બે નરાધમની ધરપકડ

ઘરમાં એકલતાનો ગેરલાભ લઇને ઝાડુ મારી રહેલી મહિલાને પકડી ધાકધમકી આપી દુષ્કર્મ

 

ધાનપુર તાલુકાના એક ગામની મહિલા પર દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે બપોરના સમયે પોતાના ઘરમાં ઝાડુ મારી રહેલી ધાનપુર તાલુકાના ગામની પરિણીત મહિલાની એકલતાનો લાભ લઇને તેના ઘરમાં ઘુસી આવેલા ગરબાડા તાલુકાના વજેલાવ ગામના ઇસમે તેના સાગરિતની મદદથી ધાકધમકી આપીને બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારી નાસી ગયા હતા. આ અંગે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

  ધાનપુર તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતા પોતાના ઘરમાં એકલી હતી અને તે ઘરમાં ઝાડુ મારી રહી હતી. તે વખતે વજેલાવ ગામનો અમરસિંહ ચૌહાણ ઘરમાં ઘુસી ગયો હતો. અને ઝાડુ મારી રહેલી મહિલાને પકડી ધાકધમકી આપી હતી.ત્યારબાદ સાગરીત સાથે મળીને તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેઓ ત્યાંથી પલાયન થઇ ગયા હતા. જોકે, પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે વધુ તપાસ હાથધરીને નરાધમોને ઝડપી પાડ્યા હતા

(8:59 am IST)