ગુજરાત
News of Wednesday, 24th April 2019

ગુજરાત યુનિ,ની હોસ્ટેલ અને મેસમાં મોબાઈલ ,મોંઘા નળ અને રોકડ રકમની ચોરી !! : ચકચાર

નવા બનાવયેલ 11માળના બિલ્ડિંગના 40 હજારની કિંમતના નળ પણ ચોરાયા

 

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ અને મેસમાંથી મોબાઈલ અને રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ સામે આવી છે. માત્ર મોબાઈલ અને રોકડ રૂપિયા નહી પરંતુ નવા બનાવાયેલા ૧૧ માળના બિલ્ડીંગમાં બાથરૂમોમાં લાગેલા મોંઘા નળની પણ ચોરી થઈ છે.અંદાજે ૪૦ હજાર રૂપિયાના નળ ચોરાઈ ગયા છે

   ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિને એનએસયુઆઈ દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામા આવી છે.જેમાં રજૂઆત કરાઈ છે કે યુનિ.માં બોયઝ હોસ્ટેલના સી બ્લોકની મેસમાંથી ૪થી૫ હજાર રૂપિયાની રોકડ રકમ તથા મોબાઈલ ચોરાયા છે. ઉપરાંત સી બ્લોકની બાજુમાં બનેલી નવી ૧૧ માળની ઈમારતમાંથી ૪૦ હજારની કિંમતના નળ પણ ચોરાઈ ગયા છે.યુનિ.માં પુરતા સીક્યુરિટી ગાર્ડ હોવાને લીધે ચોરીઓ થઈ રહી છે.

 

(8:58 am IST)