ગુજરાત
News of Wednesday, 24th April 2019

અમદાવાદની બન્ને બેઠકો પર ગત ચૂંટણી કરતા મતદાન ઘટ્યું

અમદાવાદ પશ્ચિમની સીટ પર આશરે ચાર ટકા મતદાન ઘટ્યું: પૂર્વમાં પણ ઓછું

અમદાવાદ ;રાજ્યની તમામ 26 લોકસભા બેઠકની ચૂંટણીનું આજે મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું છે જેમાં અમદાવાદની બંને લોકસભા સીટ પર ગત લોકસભાની ચૂંટણીના મતદાનની તુલનાએ મતદાન ઘટ્યું છે અમદાવાદમાં શહેરી વિસ્તારમાં બંને બેઠકો પર મતદાન કરવામાં મતદારોએ વધુ ઉત્સાહ બતાવ્યો નથી અમદાવાદ પૂર્વમાં 60,77 ટકા મતદાન થયું છે જયારે અમદાવાદ પશ્ચિમમાં 59,82 ટકા મતદાન થયું છે એમ બંને બેઠકો પર મતદાન ઘટ્યું છે. અમદાવાદ પશ્ચિમની સીટ પર આશરે ચાર ટકા મતદાન ઘટ્યું છે. મતદાનમાં થયેલો આ ઘટાડો કોની વોટબેંકમાં ગાબડું પાડે છે તે જોવું રસપ્રદ રહેશે.

(12:09 am IST)