ગુજરાત
News of Tuesday, 24th April 2018

નદીને સ્વચ્છ રાખવા વિદ્યાર્થીઓએ ઝડપ્યું બીડું : પારડીની પાર નદીમાંથી પ્લાસ્ટિક-કચરો હટાવ્યો

વલસાડઃ વલસાડ જિલ્લાની પાર નદીની આજે સફાઈ કરાઈ હતી પારડીમાં આવેલ પાર નદી પારડી વાસીઓ માટે પાણી પીવાનું મોટો સ્ત્રોત છે.જોકે છેલ્લા એક દશકથી પાર નદીમાં વધતા પ્રદૂષણના કારણે નદીની સ્વચ્છતા જોખમાઈ છે.ત્યારે નદીને સ્વચ્છ રાખવાનું બીડું પારડીમાં આવેલ વલ્લભ આશ્રમ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝડપ્યું છે.

   ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ આજે પાર નદી કિનારે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. નદીમાં લોકો દ્વારા નાંખવામાં આવેલ પ્લાસ્ટિક પૂજા-અર્ચનાનો સામાન તેમજ અન્ય કચરો અને વિદ્યાર્થીઓએ દૂર કર્યો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય સંસ્કૃતિમાં નદીને માતા નું બિરુદ આપવામાં આવ્યું છે, તેમ છતાં પણ આજે નદીમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે રીતે એક ખાસ સફાઈ અભિયાન રાખવામાં આવે છે. જે અંતર્ગત નદીના કિનારે વિદ્યાર્થીઓ સાફ-સફાઈ કરે છે અને તમામ કચરાને પ્લાસ્ટિકની બેગમાં ભરીને તેનો યોગ્ય નિકાલ કરે છે

(12:13 am IST)