ગુજરાત
News of Tuesday, 24th April 2018

અમદાવાદથી હૈદરાબાદ જતો સગીર ડુપ્લીકેટ ટિકિટ સાથે એરપોર્ટ પરથી ઝડપાયો:કાર્યવાહી

સગીરના મામાએ પોતાની ટિકિટ આપીને મુસાફરી કરવા મોકલ્યો ;વેરીફીકેશનમાં ભાંડો ફૂટ્યો

 

અમદાવાદઃ મૂળ રાજસ્થાનનો અને હૈદરાબાદ પરિવારજનો સાથે રહેતો 17 વર્ષિય સગીર ડુપ્લીકેટ ટિકિટ સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો છે સગીર અમદાવાદમાં પ્રસંગ હોવાથી સંબંધીઓ સાથે અમદાવાદ આવ્યો હતો.સગીર તેના પરિવાજનો સાથે પરત હૈદરાબાદ જઇ રહ્યો હતો, પરંતુ સગીરની ટિકિટ હોવાથી સગીરના મામા ડુગરસિંહ રાજપૂતે પોતાના નામની ટિકિટ સગીરને આપી અને ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરી કરવા મોકલ્યો હતો

   ગત સોમવારના રોજ મુસાફરી માટે ગયેલ સગીરને ફ્લાઇટની ટિકિટ કે જે ડુગરસિંહ રાજપુતના નામે હતી તેમાં સગીરનો ફોટો ચોંટાડીને આઇડી પ્રુફ બનાવીને મોકલ્યો હતો..જો કે એરપોર્ટ ઓથોરિટીને શંકા જતા ઓનલાઇન વેરિફિકેશન કરતા ટિકિટ દેખાતો ફોટો અન્ય કોઇનો હોવાની હકીકત ખુલી અને ડુપ્લીકેટ ટિકિટના આધારે મુસાફરી કરતો હોવાથી સગીરને સરદારનગર પોલીસને સોપવામાં આવ્યો હતો જ્યાં પોલીસે ફરિયાદ નોંઘીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

   સરદારનગર પોલીસે પ્રાથમિક તપાસ કરી તો ડુપ્લીકેટ ટિકિટ બનાવી આપવામાં ડુગરસિંહ રાજપુતનો હાથ હોવાની શંકા ઉપજી રહી છે. બીજીતરફ એરપોર્ટ ઓથોરિટીની પણ ભૂલ સામે આવી છે કે મુસાફરી કરનાર ટિકિટ હોવા છતાં બોર્ડિગ પાસ કઢાવવાના વિભાગ સુધી પહોચી ગયો હતો. આખરે ઇમિગ્રેશન વિભાગે શંકાના આધારે ચેકિંગ કરતા અન્ય મુસાફર ટિકિટ હોવાનુ સામે આવ્યુ હતુ. ત્યારે બીજી બાજુ આઇડી પ્રુફ તરીકે રજુ કરેલ રેલવે ટિકિટમાં પણ ખોટો સિક્કો મારીને ટિકિટ બનાવવામાં આવી હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

  પોલીસે ટિકિટમાં સિક્કો મારનાર અને મુખ્ય મુસાફર ડુગરસિંહની શોઘખોળ શરૂ કરી છે. ત્યારે ડુપ્લીકેટ ટિકિટના આધારે રીતે અન્ય કોઇએ મુસાફરી કરી છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી

(11:21 pm IST)