ગુજરાત
News of Tuesday, 24th April 2018

ટ્રેકમેન અને ગેટમેનની બદલી તેમજ કપડાં એલાઉન્સ મુદ્દે અમદાવાદમાં 200 રેલ કર્મચારીના પ્રતીક ઉપવાસ

 

ગાંધીનગર: અમદાવાદમાં ૨૦૦ જેટલા રેલ્વે કર્મીઓ આજે  ડીવીઝનલ રેલ્વે મેનેજરની ઓફીસ આગળ પ્રતિક ઉપવાસ પર બેઠા છે.રેલ્વે દ્વારા ટ્રેક મેન અને ગેટમેનની દુર અંતર સુધી કરવામાં આવેલી બદલીઓ અને કપડાં એલાઉન્સ મળતા કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર બેઠા છે.

   વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના સંગઠન મંત્રી સંજય સુર્યબલીએ જણાવ્યું કે, અમદાવાદ ડીવીઝન ટ્રેકમેન અને ગેટમેન, એન્જી. સેક્શન, અમદાવાદથી હિંમતનગર- ખેડબ્રહ્મા, રનુંજ, અમદાવાદ- મહેસાણા, આંબલીયાસન થી વિજાપુર, મહેસાણાથી તારંગા બધી નાની લાઈન હતી જે બ્રોડ ગેજ થઇ છે જે . વર્ષથી સેક્શન બંધ છે. બધા ટ્રેકમેન અને ગેટમેન સર પ્લસ થઇ ગયા છે. અમદાવાદ ડીવીઝનમાં હજાર જગ્યા ખાલી છે જેમાં ૮૦૦ ટ્રેકમેનની ખાલી છે જયારે બધાને અમદાવાદની જગ્યાએ બીજી જગ્યાએ બદલી કરી દીધા છે. બદલી કરનાર અધિકારી બદલી થઇ ગયા અને હવે નવા અધિકારી આવ્યા છે જેમણે લોકોને ઘરથી ૩૦૦ કિમી જેટલા દુર બદલી કર્યા છે જેમાં પૂર્વ સૈનિકો છે અને રેલ્વેમાં નોકરી કરી રહ્યા છે

   સૂર્યબલીર વધુમાં જણાવ્યું કે ઉપરાંત અત્યારે જે ૭મુ પગારપંચ આવ્યું જેમાં અમને કેશ પૈસા આપી દેવામાં આવે છે એમાં અમદાવાદ ડીવીઝન છોડી આખા દેશમાં બધે ઇન્ડીયન રેલ્વે કર્મીઓને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે અમને નથી મળ્યા મુદ્દાને ધ્યાનમાં રાખીને અમે આજે સવારેથી સાંજ સુધી સાંકેતિક ભૂખ હડતાલ પર છીએ. સાંકેતિક ભૂખ હડતાલ DRM ઓફીસ અમદાવાદમાં થઇ રહ્યા છે જેમાં ૨૦૦ જેટલા રેલ્વે કર્મીઓ હાજર છે અને ઉપવાસ પર છે.

(12:53 am IST)