ગુજરાત
News of Tuesday, 24th April 2018

ગુજરાત યુનિ,નો છબરડો :બીકોમ સેમેસ્ટર-4ની હોલટિકિટમાં વિદ્યાર્થિનીને બદલે વિદ્યાર્થીના ફોટા

હજારો વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં નામ અને ફોટામાં વિસંગતતા

 

ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક છબરડો બહાર આવ્યો છે આગામી 26 એપ્રિલથી શરૂ થનારી બીકોમ સેમેસ્ટર-4ની પરીક્ષાની હોલ ટિકિટમાં ગંભીર  છબરડા થયા છે.વિદ્યાર્થીનીઓની હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓના ફોટા છાપવામાં આવ્યા છે.અનેક વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં તેમની જગ્યાયે અન્ય વિદ્યાર્થીના ફોટા છપાયા છે. હજારો વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓના નામ અને ફોટામાં વિસંગતતા જોવા મળી છે. જે વિદ્યાર્થીનું હોલ ટિકિટમાં નામ છે તેમાં ફોટા અન્ય વિદ્યાર્થીઓના છે જ્યારે ફોટા જે વિદ્યાર્થીઓના છે તેમના નામ અન્ય વિદ્યાર્થીઓના છે. જેને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

   એક વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણેઅમારી રિસિપ્ટમાં ભૂલો હતી જે સુધારીને ચોકડી મારી આપવામાં આવી હતી.’બીકોમ સેમેસ્ટર 4ની પરીક્ષાની હોલ ટિકિટમાં વિદ્યાર્થિનીઓની જગ્યાએ વિદ્યાર્થીઓના ફોટા શા માટે આવી ગયા અને ભૂલ કોની છે તે સવાલ જયારે પરીક્ષા નિયામકને કર્યો ત્યારે પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે સમગ્ર ભૂલ કોલેજો પર ઢોળી દીધી હતી.

   હોલ ટિકિટના છબરડા અંગે પરીક્ષા નિયામક કલ્પેન વોરાએ જણાવ્યું હતું કે, કોલેજો દ્રારા વિદ્યાર્થીઓના એનરોલમેન્ટની ખોટી માહિતી આપવામાં આવી હોવાને કારણે હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓના નામ અને ફોટા ઉલટ સુલટ થઈ ગયા છે. તો બીજી તરફ વિદ્યાર્થી સંગઠનો કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓની ભૂલ હોય તો તેની સામે પગલાં લેવાય છે અને દંડ પણ વસુલ કરવામાં આવે છે. તો અધિકારીઓ સામે કેમ નહીં?

(10:15 pm IST)