ગુજરાત
News of Tuesday, 24th April 2018

સુરતના સચિન વિસ્તારમાંથી બાળકનું અપહરણ ;પોલીસે મુક્ત કરાવ્યો : સઁજુ ઉડિયાની અટકાયત

સીસીટીવી ફૂટેજના આધારે મહિલાને શોધીને બાળકને ચુંગાલમાંથી છોડાવાયું

સુરતના સચિન વિસ્તારમાંથી બાળકનું અપહરણ થયું હતું જોકે પોલીસે બાળકને મુક્ત કરાવ્યું હતું અને એક મહિલાની અટકાયત કરી હતી સચિન વિસ્તારના સાઈનાથ સુદ સેક્ટરપાસે થી વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું.ઘર પાસે રમતો બાળક ઘરે પરત આવતાં પરિવારજનો ચિંતામાં ફેલાઈ હતી. અંતે બાળક મળી આવતાં તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

    પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ જોયા તો એક મહિલા બાળકનું અપહરણ કરીને લઈ જતી જોવા મળી હતી. પોલીસે સંજુ ઉડિયા નામની મહિલાને શોધીને બાળકને તેની ચૂંગાલમાંથી છોડાવ્યો હતો. સંજુ ઉડિયાની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે

(10:14 pm IST)