ગુજરાત
News of Tuesday, 24th April 2018

અરવલ્લીના માલપુરમાં બેંકમાં નાણાંની અછત ;ખાતેદારોમાં નારાજગી

10 હજારની મર્યાદામાં નાણાં અપાતા ખાતેદારોની લાંબી લાઈનો

અરવલ્લી જિલ્લાના માલપુરમાં સાબરકાંઠા બેંકમાં નાણાંની અછત સર્જાતા ખાતેદારોમાં નારાજગી ફેલાઈ છે નાણાં લેવા માટે ખાતેદારોની લાંબી લાઈન લાગી છે. બેંકમાં માત્ર 10 હજારની મર્યાદામાં નાણા આપવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો પોતાની મૂડી પરત લેવા બેંકમાં ઉમટી રહ્યા છે
  લોકો ભરતડકામાં લોકો હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. ગ્રાહકો અન્ય કામ ધંધો છોડીને બેંકમાં લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. બેંકમાં રોકડ નાણાની અછતને પગલે ખાતેદારોમાં રોષ ફેલાયો છે.

 

(9:28 pm IST)