ગુજરાત
News of Tuesday, 24th April 2018

લીમખેડાના માજી ધારાસભ્ય બીજલ ડામોર સામે ચેક રિટર્ન કેસમાં ધરપકડ વોરંટ ઇસ્યુ

ડામોર ધરપકડથી બચવા ગાંધીનગર જતા રહ્યાં :વોરન્ટ બજવણી ન થાય માટે મોબાઈલ બંધ કરી ગુપ્ત સ્થળે ગયા ?

અમદાવાદ :લીમખેડાના માજી ધારાસભ્ય બીજલભાઈ ડામોર સામે ધરપકડ વોરંટ ઇસ્યુ થયું છે ફાયનાન્સ કંપનીને આપેલ ચેક રીર્ટન કેસમાં તેઓની સામે વોરન્ટ ઇસ્યુ થયું છે
   મળતી વિગત મુજબ ગોધરા શહેરની બંસીધર લીજ એન્ડ ફાઇનાન્સ કંપનીમાંથી લીમખેડાના રહેવાસી અને માજી ધારાસભ્ય બીજલભાઇ વાલાભાઇ ડામોર તા. ૧૨--૧૮ના રોજ ફાઇનાન્સ કંપની પાસેથી ૩૫ લાખની લોન લીધી હતી. અને તે લોનની રકમની ઉઘરાણી ફાઇનાન્સ કંપની કરતા બીજલ ડામોરે ૩૫,૬૦,૦૦૦ના ચેક આપ્યા હતા. ચેકો ફાઇનાન્સ કંપની દ્વારા પોતાની બેંકમાં રજૂ કરતા ભારતીય સ્ટેટ બેંકે ચેકો લખનારની સહી અલગ હોવાનાં કારણો દર્શાવી ચેકો પરત ફર્યા હતા. જેથી ફાઇનાન્સ કંપનીએ બીજલ ડામોર સામે નેગો.ઇનસ.એકટની કલમ ૧૩૮ના ગુના બાબતની ફરીયાદ ગોધરા કોર્ટમાં દાખલ કરી હતી.

   કેસના સમન્સ મળવા છતાં બીજલ ડામોર કોર્ટમાં હાજર રહેતા હોવાથી કોર્ટે ફાઇનાન્સ કંપનીના વકીલ અશોક સામતાણીની રજૂઆતોને ધ્યાનમાં લઇને આરોપી બીજલ ડાોમરને કોર્ટમાં હાજર કરાવવા ધરપકડ વોરંટ કાઢેલ છે.

   ફાઇનાન્સ કંપનીના જણાવ્યા મુજબ આરોપી બીજલ ડામોર વોરંટથી ધરપકડથી બચવા લીમખેડાથી ગાંધીનગર જતા રહ્યા હતા. પરંતુ ફાઇનાન્સ કંપનીએ કોર્ટમાં આરોપી બીજલ ડામોર ગાંધીનગરના નવા સરનામે ધરપકડ વોરંટ કઢાવતા ગાંધીનગર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવા આરોપીના ઘરના સરનામે ગાંધીનગર ખાતે જતા આરોપી દ્વારા હાલમાં વોરંટની બજવણી થાય તે માટે પોતાનો મોબાઇલ બંધ કરીને કોઇ ગુપ્ત સ્થળે હોવાનું જાણવા મળેલ છે.

   બીજલભાઇ ડામોર માજી ધારાસભ્ય હોવાથી વર્ષ-૨૦૧૨માં મોરવા હડફ મત વિસ્તારમાંથી ચૂંટણી લડયા હોવાથી તેમની સામે ધરપકડ વોરંટ નીકળતા પંચમહાલ-દાહોદ જીલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.

 

(8:32 pm IST)