ગુજરાત
News of Tuesday, 24th April 2018

કપડવંજના મુવાડામાં સગીરાને ભગાડી જનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

કપડવંજ:તાલુકાના ગોહિલના મુવાડા તાબે વઘાસમાં રહેતી સગીરા ગત તા. ૪-૪-૧૮ના રો વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના સુમારે તેની માતા સાથે કુદરતી હાજતે જવા ગઈ હતી.
આ દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ ૧૭ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ફોંસલાવી પટાવી ભગાડી ગયો હતો. સગીરાના પરિવારજનોએ ગુમ થયેલ દીકરીની શોધખોળ કરવા છતાં તેણીનો પત્તો મળેલ નથી. આ બનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
 

(5:51 pm IST)