ગુજરાત
News of Tuesday, 24th April 2018

EDનો સપાટોઃ રૂ. ૨૬૫૪ કરોડ લોન કૌભાંડમાં સંડોવાયેલા ભટનાગર બંધુની ૧૧૨૨ કરોડની સંપત્તિ જપ્ત

વડોદરામાં ડાયમંડ પાવરની બિલ્ડીંગ, મશીનરી, બંગલો, ભુજમાં મિલ અને હોટલ જપ્ત કરવામાં આવી

રાજકોટ તા. ૨૪ : ગુજરાતભરમાં ભારે ચકચાર મચાવનાર વડોદરાની ડાયમંડ પાવર કંપનીના રૂ. ૨૬૫૪ કરોડના લોન કૌભાંડમાં ઇડી દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. ઇડીએ રીમાન્ડ પર રહેલા ભટનાગર બંધુઓની રૂ. ૧૧૨૨ કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

વડોદરામાંઙ્ગEDએ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ૨૬૫૪ કરોડના બેંક કૌભાંડ મામલે EDએ વડોદરામાંથી રૂપિયા ૧ હજાર ૧૨૨ કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. જેને લઈને વડોદરામાં ખળભળાટ મચી ગયો છે. EDએ ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટકચરની ૧૧૨૨ કરોડની સંપતિ જપ્ત કરી છે.

જેમાં ડાયમંડ પાવરની બિલ્ડીંગ અને મશીનરી જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ કંપનીના માલિક ભટનાગરનો બંગલો જપ્ત કરવામાં આવ્યો છે. તો ભૂજમાં ૩ વાઈન્ડ મિલ અને સાથીઙ્ગકંપનીની બની રહેલી ૩ માળની હોટલ પણ જપ્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે ખોટા દસ્તાવેજોના આધારે ૨૬૫૪ કરોડની લોન ૧૧ બેંકોમાંથી લીધી હતી. જેથી આ સમગ્ર મામલે CBI અને EDની ટીમ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.EDની ટીમને તપાસ દરમિયાન અનેક મહત્વના દસ્તાવેજો મળ્યા હતા. અને આયકર વિભાગની ટીમે પણ તપાસ દરમિયાન મોંધી કાર જપ્ત કરી હતી. મહત્વનું છે કે ૨૬૫૪ કરોડની લોન લઈને ફરાર થયેલા ભટાનગર બંધુના બંગ્લોઝ, કાર, ફેકટરી સહિત અનેક નામી અનામી મિલકોત જપ્ત કરીને ૧૧૨૨ કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. ભટનાગર બંધુઓ હાલ તો ૫ોલીસ રિમાન્ડ પર છે. અને તેની પૂછપરછ EDની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ભટનાગર બંધુઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

(4:56 pm IST)