વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલના દાયકા જુના 195 કર્મચારીઓને કાઢી મુકાતા હોબાળો
કર્મચારીઓએ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઉભા રહી મેનેજમેન્ટ વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા
વડોદરા :શહેરના ઈલોરા પાર્ક ખાતે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં ૧૦ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરતા ૧૯૫ જેટલા કર્મચારીઓને કાઢી મુકાતા કર્મચારીએ હોબાળો મચાવ્યો હતો. કર્મચારીઓએ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઉભા રહી મેનેજમેન્ટ વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓના સુત્રોચ્ચારના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અશોકભાઈ નામના કર્મચારીએ જણાવ્યુ હતું કે સ્ટર્લિંગ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં છેલ્લા ૧૦થી ૧૫ વર્ષ સુધી આ કર્મચારીઓ નોકરી કરે છે. જેથી અમે કર્મચારીઓને કાયમી કરવા માંગ કરી હતી. જોકે તેમણે કર્મચારીઓને કાયમી કરવાની જગ્યાએ કાઢી મુક્યા હતા અત્યાર સુધી તમામ કર્મચારી કોન્ટ્રાક્ટર પર કામ કરતા હતા અને મેનેજમેન્ટ તેમને ફિક્સ પગાર આપતુ હતુ