ગુજરાત
News of Tuesday, 24th April 2018

ધો.૧૦ અને ધો.૧૨ કોમર્સ અને સાયન્સના બોર્ડની પરીક્ષાના પરિણામોની તારીખો જાહેર

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ -૧૦, ધો - ૧૨ સાયન્સ અને કોમર્સના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ધો-૧૦, ધો-૧૨ સાયન્સ અને કોમર્સની પરીક્ષા માર્ચ માસમાં લેવાઈ હતી. આજે ગુજરાત બોર્ડ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી હતી. 

પરીણામનું પરિણામ જાહેર થવાની તારીખ : 

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૪નું-૨પ મે

ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહ (કોમર્સ-આર્ટસ)-૩૦ મે

ધોરણ – ૧૦નું ૨ જૂન

પરીક્ષાનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે. 

(8:07 pm IST)