ગુજરાત
News of Monday, 23rd April 2018

બોરસદ-રાસ રોડ પર પોલીસે ધમધમતા જુગારધામ પર છાપો મારી એક શખ્સને ઝડપ્યો:3.20 લાખનો મુદામાલ જપ્ત

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે બોરસદ-રાસ રોડ ઉપર આવેલા તબેલામાં અલીહુસેન બાકરઅલીના ચાલતા જુગારધામ પર દરોડો પાડીને એક શખ્સને ઝડપી પાડ્યો હતો જ્યારે બાકીના જુગારીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે રોકડ, ૮ ટુ વ્હીલર તથા રીક્ષા મળીને કુલ ૩.૨૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 

મળતી વિગતો અનુસાર એલસીબી પોલીસને હકિકત મળી હતી કે, બોરસદ-રાસ રોડ ઉપર આવેલી હનીફા સ્કુલની સામે રહેતો અલીહુસેન બાકરઅલી પોતાના તબેલામાં જુગારનો અડ્ડો ચલાવી રહ્યો છે જેથી પોલીસે રાત્રીના સુમારે છાપો મારતાં જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. સ્થળ પરથી એક શખ્સ ઝડપાઈ જવા પામ્યો હતો જેનુ નામઠામ પુછતાં તે ઐયુબમીંયા અબ્દુલમીંયા બેલીમ (રે. રબારી ચકલા, બોરસદ)નો હોવાનું ખુલ્યું હતુ જ્યારે બાકીના જુગારીઓ અંધારાનો લાભ લઈને ખેતરાળ રસ્તે ફરાર થઈ ગયા હતા.
પોલીસને દાવ પરથી ૪૩૦૦ તથા ઐયુબમીંયાની અંગજડતીમાંથી ૬૨૦૦ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. જ્યારે નજીકમાં પાર્ક કરેલ જુગારીઓના ૮ ટુ વ્હીલર અને એક રીક્ષા મળીને કુલ ૩,૨૦,૫૦૦નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા, નહીં પકડાયેલા તેમજ વાહનો મુકીને ફરાર થઈ ગયેલા શખ્સો વિરૂધ્ધ બોરસદ શહેર પોલીસ મથકે જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરાવીને તપાસ હાથ ઘરી છે. પોલીસના જણાવ્યા અનુસાર અલીહુસેન બાકરઅલી સૈયદ પોતાના તબેલા ઉપર બોરસદના કાલુ કબાબ દ્વારા માણસો ભેગા કરીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમાડતો હતો. પોલીસે આ બન્ને શખ્સોને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:10 pm IST)