ગુજરાત
News of Monday, 23rd April 2018

પાટણમાં નરાધમ પુત્રએ હવસ સંતોષવા જનેતાને શિકાર બનાવી

પાટણ:પાટણની અસ્મિતા સાથે સબંધોની ગરીમાને લાંછન લગાડનાર કપાતર પુત્રએ ખુદ જનેતા સાથે કરેલ કુકર્મનો ચારે તરફથી ફીટકાર મળી રહ્યો છે. પોલીસ કાર્યવાહીમાં આખરે પુત્રને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો.

પાટણની આ ઘટનામાં તપાસ કરતા અધિકારી ઈન્ચાર્જ પીએસઆઈ જે.જી. ચાવડાએ જણાવેલ કે ફરીયાદના આધારે બંનેના મેડીકલ ચેકઅપ થયા હતા. આ ઉપરાંત આ ઘટના સમયે પુરાવામાં પહેરેલ કપડાને ફોરેન્સીક લેબ માટે મોકલી આપ્યા હતા અને પુત્રને જયુડીશીયલ કસ્ટડીમાં લઈ પાટણની મધ્યસ્થ જેલ લઈ જવાયો હતો. 

આ કલીયુગી પુત્ર વિકૃત મગજ ધરાવતો હતો અને ઘરમાં ગંદી હરકતો તેમજ અશ્લિલ ચિત્રો જોવાનો શોખીન હતો. આ કૃત્ય પ્રત્યેેને જરા પણ પસ્તાવો થયો ન હતો તેવુ તેના વર્તન પરથી લાગી રહ્યુ હતુ. આ ઘટનાએ પવિત્ર સબંધ પર છાંટા ઉડાવ્યા છે.

(6:06 pm IST)