ગુજરાત
News of Monday, 23rd April 2018

પાલનપુરમાં યુવકને નોકરીની લાલચ આપી 7 લાખની છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

પાલનપુર:માં રહેતા એક વ્યક્તિને તાલુકાના પેદાગ્રા ગામે રહેતા ઈસમે સરકારી શિક્ષકેની નોકરી ની લાલચ આપી હતી. ત્યારબાદ વિશ્વાસમાં લઈ કલેકટર પાલનપુર  તથા જીલ્લા ક્ષિક્ષણાધિકારી બ.કાં. ના નામે નિમણુક અંગેના ખોટા દસ્તાવેજ પત્રો તૈયાર કરી કુલ રૃ. ૭ લાખ જેટલી માતબર રકમ પડાવી છેતરપીંડી કરતા  ઈસમ વિરૃધ્ધ પાલનપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાલનપુરમાં આરતી ટાઉનશીપમાં રહેતા કેતનકુમાર પ્રભુભાઈ પ્રજાપતિઅ એક હોટલમાં તેના મિત્રને મળી શિક્ષક તરીકેની નોકરી મળે તે માટેની વાતચીત કરતા તેમના મિત્ર ભાવિક ભીખાભાઈ પ્રજાપતિએ જણાવેલ કે કીર્તીભાઈ બાબુભાઈ પરમાર રહે. પેડાગડા , તા.પાલનપુરનો ગાંધીનગર ખાતે ઉંચા સંપર્કો ધરાવે છે અને જરર્રીયાત મંદોને સરકારી ભરતીની નોકરી અપાવે છે. જેથી તેઓએ કીર્તીભાઈનો સંપર્ક કરતા શિક્ષક તરીકે ની નોકરી જોઈતી હોય તો રૃ. ૭  લાખ આપવા પડશે.

જેથી કેતનકુમારે તા.૮-ર-૧૮ ના રોજ તેઓ તથા તેમના મિત્ર ભાવીક તથા તેમના મોટાભાઈ હીમાંશુભાઈની હાજરીમાં રૃ.ર,૪૦,૦૦૦  કીર્તીભાઈને આપતા સામે પક્ષે એક સફેદ બંધ કવર આપી કહેલ કે તેમને શિક્ષક તરીકે નિમણુક આપવામાં આવે છે. જો કે કઈ જગ્યાએ હાજર થવુ તે પાછળથી ઓડર આવશે. આ બંધ કવર  ખોલતા તેમાંથી જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા પાલનપુરની કચેરીનો પત્ર હતો. જેમાં તેમને સંબોધીને પત્ર લખેલો હતો.

(6:06 pm IST)