ગુજરાત
News of Monday, 23rd April 2018

બળાત્કારીઓને જાહેરમાં ફાંસી અપાઈઃ મોક અદાલત યોજાઈ

રાજકોટઃ કઠુઆ, ઉન્નાવ, સુરત અને રાજકોટમાં ઘટેલી બળાત્કારની ઘટનાઓના વિરોધમાં અમદાવાદના દાણીલીમડા ચાર રસ્તા ખાતે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોક અદાલત યોજવામાં આવી હતી. અદાલતમાં બળાત્કારના આરોપીઓ સામે કોર્ટ કાર્યવાહી ચલાવવામાં આવી હતી. જેમાં એડવોકેટ ગુલાબખાન પઠાણે જજની ભૂમિકા નિભાવી હતી. સુનાવણીના અંતે બળાત્કારના આરોપીઓને સજા ફટકારી જાહેરમાં ફાંસી આપવામાં આવી હતી. આ મોક અદાલતમાં પાસના નેતા હાર્દિક પટેલ અને ગીતા પટેલે ખાસ હાજરી આપી હતી. આ ઉપરાંત ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા બદરૂદ્દીન શેખ, મ્યુનિ.કાઉન્સિલરો ઈકબાલ શેખ, ઝરીનાબેન રંગરેજ, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ તસ્લીમ આલમ તિરમીઝી, ઝાહીદહુસેન કાદરી, ઝફર શેખ, સેવાદળના સોનુભાઈ, ગુલામભાઈ, સલીમભાઈ, બહેરામપુરા વોર્ડ પ્રમુખ ઝફર અજમેરી, સલીમભાઈ, બબનખાન, પપ્પુભાઈ શેખ, સરફરાઝ મેમણ, સાજીદ તાલીબ તાજબાનુ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકોએ ઉપસ્થિત રહી આ મોક અદાલતની કામગીરી નિહાળી હતી. કાર્યક્રમના અંતે કેન્ડલ લાઈટ કરી દેખાવો કર્યા હતા.(૩૦.૪)

(1:14 pm IST)