ગુજરાત
News of Monday, 23rd April 2018

પાલનપુરની સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ સામે વિરોધ :નર્સિંગ છાત્રોનો સમાન બહાર ફેંકી દેવાયો

સિવિલનું ખાનગીકરણ નહિ થવા દઉં :ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા જીજ્ઞેશ મેવાણી

પાલનપુર સિવિલના ખાનગીકરણ સામે ઉઠેલ વિરોધ વચ્ચે નર્સિંગની છાત્રાઓનો સામાન હોસ્ટેલની બહાર ફેંકી દેતાં ચકચાર મચી હતી પાલનપુર સિવિલનું ખાનગીકરણ કરવાના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. બે દિવસ અગાઉ એમસીઆઇની ટીમ આવવાના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા. જેમાં શનિવારે સિવિલ કેમ્પસમાં આવેલી નર્સિંગ હોસ્ટેલની છાત્રાઓનો સામાન ખાનગી ટ્રસ્ટ દ્વારા બહાર ફેંકી દેવાતા ચકચાર મચી ગઇ હતી.
 વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પાલનપુર સિવિલની મુલાકાત લેતાં તેમણે જોયું હતું કે સામાન બહાર ફેંકેલો છે ત્યારે તેમણે સિવિલનું ખાનગીકરણ નહીં થવા દઉં તેમ કહી અને ઉગ્ર આંદોલન કરાશે તેમ જણાવ્યું હતું. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે નર્સિંગ છાત્રાઓનો સામાન બહાર ફેંકી દીધો છે તે મુદ્દે છાત્રાઓ ક્રિમિનલ એક્ટ મુજબ ફરિયાદ પણ નોંધાવી શકે છે.

(9:47 pm IST)