ગુજરાત
News of Monday, 23rd April 2018

લાંચકેસમાં ડીસાના નાયબ કલેકટરની જમીન અરજી નામંજૂર : અપ્રમાણસર મિલકતની વધુ એક ફરિયાદથી ચકચાર

ડીસા :ડીસાના નાયબ કલેકટર વી. કે. ઉપાધ્યાયની મુશ્કેલીમાં વધારો થયો છે. દોઢ લાખની લાંચ લેતાં ઝડપાયા બાદ જામીન અરજી પણ નામંજૂર થઇ હતી. તેવામાં અપ્રમાણસર મિલકતની વધુ એક ફરિયાદથી ચકચાર મચી છે
  . તાજેતરમાં જ એસીબીએ ડીસાના નાયબ કલેકટર વિકેશ કિરીટકુમાર ઉપાધ્યાય સામે દોઢ લાખની લાંચ લેવાના આરોપ હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ આ ટ્રેપની ગંભીરતાને લઈ રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે બી.એ.તુવરની નિમણૂંક કરાઇ હતી. દરમિયાન વી.કે. ઉપાધ્યાયએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકતા કોર્ટે આરોપીની જમીન અરજી નામંજૂર કરી હતી.

(9:47 pm IST)