ગુજરાત
News of Wednesday, 24th March 2021

મોડાસા તાલુકાના કોલિખડ ગામની સીમમાં ગેરકાયદેસર બે બાળકોને મજૂરી માટે રાખ્યા હોવાની માહિતીના આધારે અધિકારીઓએ દરોડા પાડી તપાસ હાથ ધરી બાળકોને મુક્ત કરાવ્યા

મોડાસા:તાલુકાના કોલીખડ ગામની સીમમાં બે બાળકોને ગેરકાયદેસર રીતે ઘેટા બકરા ચરાવવાના કામે રખાયા હોવાની ટેલિફોનિક બાતમી અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને મળી હતી. બાતમીના આધારે જિલ્લા ટાસ્ક ફોર્સના સભ્યો સહિતની ટીમે બાતમીમાં જણાવેલ સ્થળે છાપો મારતાં પંથકના કોલીખડ  અને આલમપુર ગામે ઘેટા બકરા ચરાવવાના મજૂરી કામે રખાયેલ બે બાળકો મળી આવ્યા હતા.

૧૪ વર્ષથી નીચેની ઉંમરના આ બાળકોને ઘેટા બકરા ચરાવવા જેવા મજૂરી કામે રખાતા અને નિયત વેતન કરતા ઓછું વેતન ચૂકવી શોષણ સહિત બાળ મજૂરી કરાવવાનો ગુનો આચરનાર બંને માલધારીઓ વિરૂધ્ધ બાળ મજૂર પ્રતિબંધ અને નિયમ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:28 pm IST)