ગુજરાત
News of Wednesday, 24th March 2021

ગાંધીનગર:અડાલજ પોલીસે બાતમીના આધારે અલગ અલગ વિસ્તારમાં રીક્ષાઓમાંથી વિદેશી દારૂની 1502 બોટલ જપ્ત કરી ચાર શખ્સોને ઝડપી પાડયા

ગાંધીનગર: અડાલજ પોલીસે ઉવારસદ ડેન્ટલ કોલેજ નજીકથી બાતમીના આધારે અલગ અલગ ત્રણ રીક્ષાઓમાંથી વિદેશી દારૃની ૧૫૦૨ બોટલ મળી ર.૭૧ લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી પાડયા હતા. જયારે આ દારૃ અડાલજના શખ્સને આપવાનો હોવાનું બહાર આવતાં તેની સામે પણ ગુનો નોંધી તપાસ શરૃ કરવામાં આવી છે.   

અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે વાવોલ તરફથી અલગ અલગ રીક્ષાઓમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને અડાલજ તરફ લઈ જવાઈ રહયો છે. જે બાતમીના પગલે પોલીસે ઉવારસદ ડેન્ટલ કોલેજ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી રીક્ષા નં.જીજે-૦૧-ટીડી-૯૨૯૬માંથી રાહુલ પરેશભાઈ રાવળ રહે.ઝાલાપરા અડાલજરીક્ષા નં.જીજે-૦૧-ડીવી-૫૬૮૮માંથી રવી કિશનભાઈ પરમાર રહે.ડી/૫૮રાજુનગર વિભાગ-૩સેટેલાઈટ તથા ચંદ્રેશ રમણભાઈ પરમાર રહે. નવો રોહીતવાસ અડાલજ તેમજ રીક્ષા નં.જીજે-૧૮-બીએ-૦૫૨૭માંથી મનોજ જયંતિભાઈ પટેલ રહે.જે-૯શિવકેદાર એપાર્ટમેન્ટચાંદલોડીયાને ઝડપી પાડયા હતા. આ ત્રણેય રીક્ષામાંથી અલગ અલગ બ્રાન્ડની ૧૫૦૨ બોટલ કબજે કરી હતી અને દારૃરીક્ષા અને મોબાઈલ મળી ર.૭૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તો આ દારૃ કોને આપવાનો હતો તે સંદર્ભે પુછતાં અડાલજ ખાતે રહેતા મૌલિક બળદેવભાઈ પરમારને પહોંચાડવાનો હોવાનું બહાર આવતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:27 pm IST)