ગુજરાત
News of Wednesday, 24th March 2021

રાજપીપળા ટાઉન હોલ ખાતે આશા બહેનોની તાલીમનું અયોજન કરવામા આવ્યું : ખાસ જાણકારી અપાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે તા.૨૩ માર્ચ ના રોજ જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ તેમજ જિલ્લા તાલીમ ટીમ,નર્મદા ના સયુંકત ઉપક્રમે નાંદોદ તેમજ ગરૂડેશ્વર તાલુકાના આશા બહેનોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉ.પ્રશાંત જરીવાળા દ્વારા માનસિક આરોગ્ય વિષય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તેમજ સોહિલભાઈ કોઠારી-સોસિયલ વર્કર દ્વારા જિલ્લામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા કેમ્પ વિશે માહિતી આપવામાં આવી હતી તથા મેન્ટલી ડિસેબલ દર્દીને રિફર કરવા જણાવ્યું હતું જેથી માનસિક આરોગ્ય ની સેવાનો લાભ લઇ શકે તે ઉપરાંત કેતનભાઈ માછી-ડીપીસી,એનસીડી તેમજ સુરેશભાઈ વસાવા-એફ.એલ.ઓ એ પી.બી.એસ એનસીડી સર્વે વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર,નાંદોદ ડૉ. એ.કે.સુમન હાજર રહ્યા હતા તેમણે આશા બહેનોને માર્ગદર્શન આપ્યું હતું

(10:57 pm IST)