ગુજરાત
News of Tuesday, 24th March 2020

નર્મદામાં ૬૯ વ્યક્તિ કવોરનટાઇન હેઠળ: રાજપીપળાના ૫ અને અન્ય તાલુકાના ૬૪

કુલ ૨ વ્યક્તિઓના બ્લડ સેમ્પલ લીધા જેમાં ૧ નેગેટિવ આવ્યો: આજે એકનો સેમ્પલ લીધો તેનો રિપોર્ટ બાકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના વાયરસના સંક્રમણને નિવારવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય કાર્ય કરાઈ રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ ૬૯ વ્યક્તિઓ કવોરનટાઈન હેઠળ આવ્યા જમા રાજપીપળા શહેર ના ૫ અને અન્ય તાલુકાના ૬૪ નો સમાવેશ થાય છે. કુલ ૨ વ્યક્તિઓના સેમ્પલ આરોગ્ય વિભાગે લીધા હતા જેમાં અકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો જ્યારે એક નો રિપોર્ટ હજુ આવવાનો બાકી હોવાનું જાણવા મળ્યું હતું.
          જોકે નર્મદા જિલ્લામાં આજ સુધી એક પણ કોરોના પોજેટિવ દર્દી જોવા નથી મળ્યો માટે મોટી રાહત કહી શકાય પરંતુ આરોગ્ય વિભાગ દરેક બાબતે તકેદારી રાખી રહ્યું હોય ત્યારે લોકો પણ પૂરતો સહકાર આપે એ જરૂરી છે.
         નર્મદામાં એક પણ પોઝિટિવ દર્દી ન હોવા છતાં અફવાનું જોર ગરમ રહેતા લોકોમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું. પરંતુ અફવા ફેલાવનાર જો પોલીસ નજરમાં આવશે તો કાયદાની જોગવાઈ મુજબ સજા પણ થઈ શકે છે માટે અફવા ન ફેલાવી ભેગા મળી આવી મહામારી માં વહીવટી તંત્ર નો સાથ આપવો જરૂરી છે.

(8:11 pm IST)