ગુજરાત
News of Saturday, 23rd March 2019

મહેસાણા :પાંચ યુવકોને લાકડી અને વાયરથી નિર્દયતાથી માર મારવાનો વિડિઓ વાયરલ

ઇકો ગાડીવાળાએ પેસેન્જર બાબતે માથાકૂટ થતા પાંચ યુવકોને માર્યા હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ

 

મહેસાણા :એક વિડિઓ વાયરલ થયો છે જેમાં કેટલાક લોકો દ્વારા પાંચ જેટલા નાની ઉંમરના યુવકોને લાકડી અને વાયર વડે નિર્દયતા પૂર્વક માર મારવામાં આવી રહયો છે મહેસાણાની એનએનજીસીના ખાનગી સર્વેયરના ચોકીદારો દ્વારા યુવકોને માર મારવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પીડિત યુવકો વડોસણ ગામના હોવાનું સામે આવ્યું છે. જેમને લાડકી અને વાયરથી કેટલાક લોકો માર મારી રહ્યા છે, સાથે માર મારવાનો વીડિયો પણ બનાવી વાયરલ કરાયો છે

    જોકે, ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડ હોવાનું એએનજીસીના પીઆરઓ જણાવી રહ્યા છે. મુદ્દે પોલીસે જણાવ્યું કે, હાલ વીડિયો અમારી પાસે આવ્યો છે, માર  મારનાર યુવકો કોણ છે તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે

   ઘટના મુદ્દે મહેસાણા ડીએસપી મંજીતા વણજારાએ જણાવ્યું કે, અમારી પાસે વીડિયો આવ્યો છે. તે મુદ્દે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ગત રાત્રે પાંચ રેલ્વે વર્કસ રેલવે સ્ટેશનથી પોતાના ઘરે જવા એક ઈકો ગાડી નક્કી કરી, જોકે, તેમને ભાડુ પોસાતા તેમણે બીજી ઈકો ગાડીનો સંપર્ક કર્યો. જેમાં ઈકો ગાડીવાળાએ મારા પેસેન્જર બીજી ગાડીમાં કેવી રીતે જાય તે મુદ્દે કઈંક માથાકૂટ સર્જાઈ જેમાં ગાડીવાળાએ પાંચ જેટલા પેસેન્જર યુવકોને માર્યા છે

 

(12:43 am IST)