ગુજરાત
News of Saturday, 24th March 2018

ખેડા જિલ્લાની મહિસાગર નદીમાં હોડી ઉંધી વળતા એક વિદ્યાર્થીનું મોતઃ ૧૪ને બચાવી લેવાયા

ખેડાઃ મહિસાગર નદીમાં વિદ્યાર્થીઓને લઇને જતી હોડી ઉંધી વળી જતા એક વિદ્યાર્થીનું મોત નિપજ્યુ હતું, જ્યારે ૧૪ વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો.

એક સ્કુલના વિદ્યાર્થીઓ પાવાગઢ જઈ રહ્યા હતા, તે સમયે ડાકોર પાસે આવેલ ઠાસરાના રાયણ ગામ નજીક વિદ્યાર્થીઓ મહિસાગર નદીમાં હોડીમાં બેઠા હતા. આ સમયે હોડીની મજા લેતા લેતા અચાનક હોડી નદીમાં ડૂબી સાથે 15 જેટલા વિદ્યાર્થીઓ પણ હોડી સાથે નદીમાં ડૂબ્યા. તુરંત હોડી ચાલકોએ બચાવ કામગીરી હાથ ધરી 14 વિદ્યાર્થીઓને બચાવી લીધા છે, પરંતુ એક વિદ્યાર્થીનું પાણી પી જવાથી મોત નિપજ્યું છે.

ઢાસરાના રાયણા ગામ પાસે મહિસાનગર નદીમાં હોડી ડૂબવાની જાણ પોલીસને થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને 14 વિદ્યાર્થીઓને તત્કાલિન સારવાર માટે ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃત્યુ પામનાર વિદ્યાર્થિને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.

(6:13 pm IST)