ગુજરાત
News of Wednesday, 24th February 2021

બાવળા- બગોદરા હાઈવે પર આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી ચાર કરોડના સોનાની લૂંટ

બસ રોકીને આવકવેરા અધિકારી તરીકે ઓળખ આપી લૂંટ ચલાવી ફરાર : જીપીએસ ટ્રેકર અને થેલો કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળ્યા : આરોપીને શોધવા પોલીસે અલગ અલગ 4 ટીમો બનાવી

બાવળા-બગોદરા હાઈવે પર પર આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી ચાર કરોડના સોનાની લૂંટ ચલાવવામાં આવી. આરોપીઓએ આવકવેરા વિભાગના અધિકારી હોવાનું જણાવી ચલાવી હતી લુંટ. બગોદરા પોલીસે ગુનો નોંધી અપહરણ અને લૂંટના ગુના ફરાર આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે

અમદાવાદની આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટની ઘટના સામે આવી છે..જેમાં મુંબઇ અને સુરતથી આવેલા સોનાના દાગીના અને બિસ્કીટ લઈને રાજકોટ જઈ રહેલા આંગડિયા પેઢીના બે કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યા છે.

સવારે સાત વાગ્યાના અરસામાં અમદાવાદથી કપડવંજ-રાજકોટ એસટી બસમા આંગડિયાના પાર્સલ લઈને જતા બે કર્મચારીઓને બાવળા બગોદરા હાઈવે ઉપર પર લુંટી લેવામા આવ્યા છે.. ખાનગી એસયુવી ગાડીમા આવેલા 6 આરોપી વિરુધ્ધ બગોદરા પોલીસે કાવતરુ. અપહરણ. લુંટ અને ખોટી ઓળખ આપવા સહીતના કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સવારે 9 વાગે જ્યારે બસ બગોદરા ડેપોમા પહોચે તે પહેલા ખાનગી ગાડીમા આવેલા 6 આરોપીએ બસને રોકી પોતાની આવકવેરા વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી પટેલ રાજેશ અને પરમાર ચીનાજીને બસમાથી ઉતારી તેમની પાસે રહેલા આશરે 4 કરોડના સોનાની લુંટ ચલાવી હતી.. સોનુ પડાવી લીધા બાદ આંગડીયાના કર્મીઓને ખેડામાં ખાનગી કંપની પાસે ખેતરમા બાધી આરોપી ફરાર થઈ ગયા છે. પોલીસ તપાસ કરતા જીપીએસ ટ્રેકર અને થેલો કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યો છે… જેથી આરોપીને શોધવા પોલીસે અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

(11:11 pm IST)