ગુજરાત
News of Wednesday, 24th February 2021

ચોરી કરવા માટે ઓરિસ્સાથી સુરત પ્લેનમાં આવતા: 30થી વધુ ચોરીની ઘટનાને અંજામઆપ્યો : સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

આરોપી લાલા ઉર્ફે નેલુ ઉસે ગુરખા રાજુ બીસોઈની ધરપકડ: લાખો મુદ્દામાલ કબજે

સુરત : શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી ચોરી કરનાર અને ઘણી ચોરીઓ માટે તે પોતાના વતનથી વિમાન આવતો હતો. છેલ્લા 6 વર્ષથી આ આરોપી 30થી વધુ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડી લાખો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચોરીની ઘટના સામે આવી રહી છે જેને લઇને પોલીસની ટીમ સક્રિય થઇ હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે આરોપી લાલા ઉર્ફે નેલુ ઉસે ગુરખા રાજુ બીસોઈની ધરપકડ કરી છે અને વધુ પુછ પરછમાં તેણે 30થી વધારે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે

  આ આરોપી ઓરિસ્સાનો વતની છે અને સુરતમાં લીંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી રહી રહ્યો હતો. જો કે, તપાસમાં જાણવા મળ્યું હતુ કે, આ આરોપી વર્ષ 2014 થી ચોરીઓના ગુનામાં સંકળાયેલો હતો. આ આરોપી સ્પેશિયલ પ્લેન મારફતે ઘરફોડ ચોરી કરવા માટે પોતાના વતન ઓરિસ્સાથી સુરત આવતા અને જતો હતો અને મોડી રાત્રિ દરમિયાન શહેરની અલગ-અલગ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચોરીની ઘટનાને અંજામ આપતો હતો

  જોકે પોલીસે ધરપકડ કરતાં તમામ ચોરીઓના ભેદ ઉકેલાઇ જવા પામ્યા છે આરોપી શહેરના ઈન્ડસ્ટ્રી એરિયામાં જ ગુના આચરતો હતો.આરોપીએ ખટોદરા જીઆઇડીસી એરિયામાં 11, ઉધના ઉદ્યોગ નગર એરિયામાં 5, પાંડેસરા બાટલી પાસે આવેલી ભગવતી અને પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલમાંથી 2, લિંબાયત મહાપ્રભુ નગર અને નારાયણ નગર એસ્ટેટમાંથી 2 મળી કુલ્લે 30 જેટલા સ્થળે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો

  આરોપી સાંજના અરસામાં પોતાના રૂમ પર જમીને પોતાની સાયકલ લઈને નીકળ્યા બાદ ચોરીના પૈસાથી ખરીદી કરેલી મોપેડ લઈને નીકળતો હતો અને સ્કૂલ બેગમાં મોઢા પર પહેરવાનું માસ્ક, હેન્ડ ગ્લોસ કમરમાં બાંધવા માટે સાડીનો ટુકડો સાથે જ અન્ય લોખંડના સાધનો રાખીને શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આંટાફેરા મારી રેકી કરતો હતો અને ત્યારબાદ સંચા મશીનના ખાતાના ઓટલા ઉપર આરામ કરતો હતો અને મોડી રાત્રે બંધ કારખાના તથા ગોડાઉનના પાછળના ભાગેથી લોખંડના દરવાજો જાડી તોડી અંદર પ્રવેશ કરતો હતો. અને ડ્રોવરના લોક તોડીને રોકડા રૂપિયા સાડીઓ ચોરી કરી સવારના ચાર વાગ્યા સુધી મોઢામાં રહીને પછી ત્યાંથી ફરાર થઈ જતો હતો

(10:54 pm IST)