ગુજરાત
News of Wednesday, 24th February 2021

વડોદરા:ભત્રીજીને પતિ સાથે ઝઘડામાં વચ્ચે છોડાવવા ગયેલ કાકા પર પતિએ હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા: શહેરનાગાજરાવાડી વિસ્તારમાંઝઘડો કરતા ભત્રીજી અને તના પતિને  છોડાવવા જનાર પર  બેટ વડે હુમલો કરી ડાબી આંખ પર ગંભીર ઇજા  પહોંચાડી હતી.જે અંગે વાડી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાજરાવાડી ઇદગાહ મેદાન પાસે રહેતા રામુભાઇ રાજપૂત છૂટક મજૂરી કરે છે.રામુભાઇએ પોલીસને જણાવ્યુ હતુ ંકે,મારી ભત્રીજી પાયલે ગાજરાવાડી રબારીવાસમાં રહેતા  હરિશ વસાવા સાથે લવમેરેજ કર્યા છે.

ગઇકાલે  હું મારી માતા સાથે ઇદગાહ મેદાન પાસે ઘાસ વેચતો હતો.તે દરમિયાન કાજલ અને તેના  પતિ  હરિશ વચ્ચે કોઇ કારણસર ઝઘડો થતા બંને વચ્ચે મારામારી અને ઝપાઝપી થઇ હતી.જેથી,રામુએ  વચ્ચે પડીને તેઓને છોડાવ્યા હતા.અને હરિશ વસાવાને ઘરે જતા રહેવા કહ્યુ  હતું.પરંતુ,હરિશ વસાવા થોડે દૂર જઇને બેટ લઇને મારા તરફ દોડી આવ્યો હતો.મને કંઇપણ કહ્યા વિના હરિશે ડાબી આંખ પર ગંભીર  ઇજા પહોંચાડી  હતી.મારા ભાભી,જમાઇ અને ભત્રીજી મને વધુ મારમાંથી છોડાવ્યો  હતો.ઇજાગ્રસ્ત રામુભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં  લઇ જવામાં આવ્યા હતા.

(5:13 pm IST)