ગુજરાત
News of Wednesday, 24th February 2021

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકામાં ૧૦૦ કાગડાના મોતથી અરેરાટીઃ બર્ડફલુની આશંકા

(જયંતીભાઇ ઠકકર દ્વારા પાટણ તા. ર૪ : સરસ્વતી તાલુકાના કિમ્બુવા પાટીયા નજીક આવેલ વિશાળ વડની નીચે મંગળવારની સવારે આશરે ૧૦૦ જેટલા કાગપક્ષીઓનો મૃતદેહ મળી આવતા સ્થાનિક ગામલોકોએ અબોલ જીવો પ્રત્યે દુઃખની લાગણી વ્યકત કરી હતી. તો આ ઘટનાને પગલે ટીડીઓ, વનવિભાગ અને પાલનપુરના સેમ્પલ  વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને એક સાથે મોતને ભેટેલા ૧૦૦ જેટલા કાગ પક્ષીઓનું શા કારણે મોત થયું છે તેની સઘન તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણ તંત્રને થતાં ટીડીઓ પાટણ વનવિભાગ અને પાલનપુરની સેમ્પલ કચેરીની ટીમના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાગપક્ષીઓના મોતની પ્રાથમીક તપાસમાં કોઇ મૃત જાનવરને ખોરાક આરોગ્ય  અથવા તો બર્ડફલુની બીમારીને કારણે મૃત્યુ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે. ત્યારે કાગપક્ષીઓના આ મોત અંગે પાલનપુરની સેમ્પલ ટિમના અધિકારીઓએ સાત જેટલા મૃત કાગડાઓને લેબોરેટરી ચકાસણી માટે ભોપાલ ખાતે મોકલી આપવાાં આવ્યા છે.

(3:51 pm IST)