ગુજરાત
News of Wednesday, 24th February 2021

મોટેરામાં મેચ અને મહાનુભાવોના આગમનને લઈને સ્ટેડિયમની ચોતરફના રસ્તા કરાયા બંધ

આજુબાજુ રહેતા લોકોને હાલાકી: સ્થાનિકો અને નોકરિયાતો અટવાયા

અમદાવાદ : મોટેરા સ્ટેડિયમ માં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ મેચ રમાવવાની છે સાથે સ્ટેડિયમ ના ઉદઘાટન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સ્ટેડિયમમાં આવવાના છે જેને લઈને તમામ રોડ રસ્તા પર બેરીકેટીંગ કરી દેવામાં આવ્યું છેત્યારે સ્ટેડિયમ ની આજુબાજુ રહેતા લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જેમાં એક મહિલા ને નોકરી જવા માટે પોતાના ઘર થી નીકળવું હતું તો તેને પોલીસ એ 20 મીન સુધી અટકાવી રાખી હતી જેને લઈને તેને સ્ટેડિયમના ગેટની બહાર પોલીસના અધિકારી સાથે બોલાચાલી કરીને કહ્યું કે અમે 10 મીન મોડા પડીએ તો અમારો પગાર કપાઈ જાય છે તમારે તો શુ ...? ક્રિકેટરોને લાખો રૂપિયામળે છે તેમના માટે અમારે કેમ હેરાન થવાનું.ત્યારે પોલીસ અધિકારી એ જણાવ્યું કે અમે અહીંયા માત્ર ફરજ નિભાવીએ છીએ અમને ઉપરથી સૂચના મળતી હોય છે.

(11:43 am IST)