ગુજરાત
News of Monday, 24th February 2020

કોન્ટ્રાકટર પાસે ર ટકા લાંચની માંગણી કરનાર પાલનપુર સિંચાઇ પુરવઠા યોજનાના કાર્યપાલક ઇજનેર વી.ટી. ચૌહાણ ૧પ હજારની લાંચના છટકામાં ઝડપાયાઃ બોર્ડર એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ ટીમનો વધુ એક સપાટો

       રાજકોટ : સિંચાઇ પુરવઠા કામના પ્રોજેકટના કોન્ટ્રાકટરને કામ પેટે લેવાના નીકળતા ૩ લાખ ૬૦ હજારની રકમના પ્રથમ ર ટકા અને ત્યારબાદ છેલ્લે ૧પ હજારની માંગણી કરનાર પાલનપુર સિંચાઇ પુરવઠા યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર વી.ટી. ચૌહાણને ૧પ હજારની લાંચ લેતા બનાસકાંઠા એસીબી પોલીસ ઇન્સપેકટર કે.જે. પટેલ અને ટીમે બોર્ડર એકમ (ભુજ) ના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ એચ.ગોહીલના સુપરવીઝન હેઠળ આબાદ ઝડપી લીધા છે.

        આરોપી કાર્યપાલક ઇજનેર દ્વારા  માંગવામા આવેલી લાંચની રકમ  ફરિયાદી કોન્ટ્રાકટર આપવા માગતા ન હોવાથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરીયાદીની રજુઆતના આધારે એસીબી છટકુ ગોઠવી આરોપી કાર્યપાલક ઇજનેર વસંંત કુમાર તળશીભાઇ ચૌહાણ(વી.ટી. ચૌહાણ) ને બનાસકા઼ઠાના પાલનપુરમાં આવેલ સિંચાઇ ભવન (સીપુ યોજના વિભાગ) જોરાવર પેલેસ પાસેથી ઝડપી લેવામાં આવ્યા હતા.

(8:51 pm IST)