ગુજરાત
News of Saturday, 23rd February 2019

રાજપીપળાના તિલકવાડાના વીજ કંપનીના સબ સ્ટેશનમાં આગ ભભૂકી ;ઓઇલ ભરેલા ડીપી ફાટતા આગે વિકરાળ બની

શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું તારણ ;આખું સબ સ્ટેશન બળીને ખાખ

 

રાજપીપલામાં તિલકવાળાના મેઈન રોડ પર આવેલ જેટકો વિજકંપનીના સબસ્ટેશનમાં આગ લાગી હતી, આગ લગતા આધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે સબસ્ટેશનમાં ઓઇલ ભરેલા ડીપી ફાટતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું અનુમાન થઇ રહ્યું છે આગ વિકરાળ બનતા  આખું સબસ્ટેશન બાળીને ખાખ થઇ ગયું હતું.

  અંગેની વિગત મુજબ દેવલિયા તિલકવાડા રોડ પર વીજ કંપનીના સબ સ્ટેશનમાં ભીષણ આગ લાગી હતી, સબસ્ટેશનમાં આગ લાગતા તિલકવાડા તાલુકામાં વીજળી ડુલ થઈ ગઈ છે. તિલકવાળા ખાતે કોઈ ફાયર ફાયટરની ટીમ ના હોવાના કારણે આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સબ સ્ટેશ ના ડીપીમાં ઓઇલનો ઉપયોગ થતો હોવાના કારણે એક પછી એક ઓઇલના ડીપી ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 2 કલાક સુધી કોઈ ફાયરવિભાગની ગાડી ઘટના સ્થળે પહોચી હતી. જોકે ત્યાં કોઈ પણ ફાયરબ્રિગેડની ગાડી નહિ હોવાના કારણે રાજપીપલા નગરપાલિકા અને નર્મદા નિગમના ફાયરબ્રિગેડની ગાડી મંગાવામાં આવી હતી.અને ભારે જેહમત બાદ આગ પીઆર કાબૂ મેળવામાં આવ્યો હતો.

(12:16 am IST)