ગુજરાત
News of Sunday, 24th January 2021

રાજપીપળા ખાતે રાષ્ટ્રીય બાલિકા દિને એક સામાજિક કાર્યકરે ઉઘાડા પગે ફુગ્ગા વેચતી દીકરીને ચપ્પલ અપાવી માનવતા મહેકાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ઘણા અનાથ બેસહારા બાળકો હશે જેમાં કેટલીક સંસ્થાઓ આવા બાળકો કે પરિવારોને જરૂરી વસ્તુઓ આપી મદદરૂપ પણ થાય છે છતાં અમુક ખાસ દિવસે કરેલી મદદ જેમાં નાના બાળકો ને કરી હોય તો એ ખરેખર સાર્થક કહેવાય તેવો જ એક કિસ્સો આજે અમારા ધ્યાન ઉપર આવ્યો છે.
  રવિવારે રાટ્રીય બાલિકા દિવસ હોય નાંદોદ તાલુકાના ગામકુવા ગામના એક સામાજિક કાર્યકર અતુલભાઈ વસાવા તેમના કામ માટે રાજપીપળા શહેરમાં ગાડી લઈને આવ્યા હતા તે સમયે એક ફુગ્ગા વેચતી નાની દીકરીએ તેમની ગાડી પાસે આવી કહ્યું કે સાહેબ મારો એક ફુગો લઈ લો ને.. ત્યારે અતુલભાઇએ ગાડીમાંથી ઉતરી એને જોઇ તો એના પગમાં ચંપલ ન હતા,જેથી તેમને દુઃખ થયું  અને તેઓ આ દીકરીને નજીકની એક ચંપલની દુકાનમાં લઈ જઈ નવા એને મનગમતા ચંપલ લઈ આપી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાર પાડ્યું હતું. ત્યારબાદ અતુલભાઈએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે આજના રાષ્ટ્રીય બાળ દિવસ પર મેં એક નાની દીકરીને ચમ્પલની નાનકડી ભેટ આપતા મારા મનને ખૂબ સંતોષ મળ્યો હતો

(11:10 pm IST)