ગુજરાત
News of Monday, 25th January 2021

ડેડીયાપાડાના મોસુવા ગામથી વિસ્ફોટક પદાર્થ સાથે એક શખ્શને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાટ એસ. ઓ.જી.શાખા,નર્મદા તથા એસ.ઓ. જી. શાખાના સ્ટાફના માણસો દ્વારા એ.એસ. આઈ. રવિન્દ્રભાઈ ઈશ્વરભાઈની બાતમીને આધારે ગંભીર ભાઈ સુખલાલભાઈ વસાવા (રહે. મોસુવા ગામ તા. ડેડીયાપાડા) પાસેથી ગેરકાયદેસર વિસ્ફોટક મુદ્દામાલ ( ૧ ) જીલેટીન સ્ટીક નંગ - ૪૭ કિ.રૂ .૨૮૨૦ તથા ( ૨ ) ઇલેક્ટ્રીક ડીટોનેટર નંગ -૪૭ કિ.રૂ .૪૭૦ તથા ( ૩ ) મોબાઈલ કી.રૂ. ૫૦૦ મળી કુલ મુદ્દામાલ ૩,૭૯૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા આ મુદ્દામાલ આપનાર સુરેશ ભવરલાલ મારવાડી (રહે.સેલંબા તા.સાગબારા) ને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એક્ષપ્લોઝીવ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(10:58 pm IST)