ગુજરાત
News of Sunday, 24th January 2021

જમાલપુરમાં રાત્રે બે વાગે હિંસક હુમલો : ત્રણ ઘાયલ

શહેરમાં ફરીવાર અસામાજિક તત્વોનો આંતક : ખાનપુરના શખ્સો દ્વારા રાત્રી કર્ફ્યુ હોવા છતાં ૩ પોલીસ સ્ટેશનની હદ વટાવીને હુમલો : વાહનોમાં પણ તોડફોડ

અમદાવાદ, તા. ૨૪ : શહેરમાં ફરી એક વખત અસામાજિક ત્તવોએ આંતક મચાવ્યો છે, અને નિર્દોશ લોકો પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી છે. ખાનપુરના માથાભારે શખ્શોએ જમાલપુર વિસ્તારમાં રાતે ૨ વાગે હુમલો કરી ૩ લોકોને ઈજા કરી તો ૪ જેટલા વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે ૭ લોકોની શોધખોળ હાથ ધરી છે.

રાત્રીના બે વાગ્યાના આ ઝ્રઝ્ર્ફ ફૂટેજમાં જોઇ શકાય છે કે, ૫ જેટલા વાહનો પર ૭ થી વધુ આરોપી અમદાવાદનાં જમાલપુરના આવેલા રૂકનપુરામાં આવે છે. વાહનોને તોડફોડ કરવા લાગે છે. ઉપરાંત આ વાતનો વિરોધ કરનાર લોકોને પણ હથિયારો વડે માર પણ માર્યો. મહત્વનુ છે કે, હુમલો કરનાર તમામ આરોપી ખાનપુરના અસામાજિક તત્વો છે. જેમાંથી એક શમશેરખાન પઠાણ અને ફઈમ સહિત ૭ જેટલા આરોપીએ અચાકન હથિયાર વડે હુમલો કર્યો હતો. જે અંગે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો  નોંધી તમામ ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી તપાસ કરતા હકિકત સામે આવી કે આરોપીઓ અન્ય યુવકને મારવા આવ્યા હતા. હુમલો અન્ય યુવકો પર કરીને ફરાર થઈ ગયા. એટલે કે શમશેર ખાન પઠાણ અને ફઈમની ભુતની આંબલી પાસે રહેતા એક પરિવાર સાથે બોલાચાલી થઈ હતી. જેમાં આરોપીએ છોકરીની છેડતી કરતા માર માર્યો હતો. જેનો બદલો લેવા અન્ય આરોપીને સાથે રાખી હુમલો કરવાનુ પ્લાનિગ કર્યુ હતું. પરંતુ ભુલથી આરોપીએ નિર્દોશ લોકો પર હુમલો કર્યો હોવાનુ સામે આવ્યુ છે.

મહત્વની વાત એ છે કે, હુમલો ભુલથી નિર્દોશો પર કર્યો, પરંતુ અસામાજિક તત્વોની હિમંત એટલી ખુલી ગઈ છે કે તેઓ રાત્રી કરફ્યું અને પોલીસ બંદોબસ્તની વચ્ચે હથિયારો લઈ ખાનપુરથી નિકળ્યા અને આસ્ટોડિયા દરવાજે પાસે આવેલા રૂકનપુરામાં હુમલો કરી ફરાર થઈ ગયા. એટલે કે ૩ પોલીસ મથકની હદ પસાર કરી હોવા છતા ન તો કોઈ પોલીસે તેમને રોક્યા કે નતો કોઈ કાર્યવાહી કરી. એટલે જ આ બનાવને આરોપીની હિમ્મત કહેવી કે પોલીસની બેદકરારી ?

(10:09 pm IST)