ગુજરાત
News of Sunday, 24th January 2021

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં ડિસ્ચાર્જ અરજીનો સીબીઆઈએ કર્યો કોર્ટમાં વિરોધ

તરુણ બારોટ વિરુદ્ધ તેમની પાસે પૂરતા પુરાવા : કેસમાં વર્ષ 2012થી ચાર્જફ્રેમની પ્રક્રિયા બાકી

અમદાવાદ : વર્ષ 2003 સાદિક જમાલ ફેક એન્કાઉન્ટર કેસમાં નિવૃત DySP તરુણ બારોટ અને અન્ય એક પોલીસ કર્મચારી છત્રસિંહ ચુડાસમા દ્વારા દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજી મુદ્દે CBI દ્વારા સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટમાં દોષ-મુક્ત જાહેર કરવાની અરજીનો વિરોધ કર્યો હતો.

CBIએ તરુણ બારોટની ડિસ્ચાર્જ અરજી સામે કોર્ટમાં રજુઆત કરી હતી કે તરુણ બારોટ વિરુદ્ધ તેમની પાસે પૂરતા પુરાવા છે. આ કેસમાં વર્ષ 2012થી ચાર્જફ્રેમની પ્રક્રિયા બાકી છે. CBIએ તરુણ બારોટના મુંબઈ જતી વખતે પેટ્રોલના બિલ સહિત સાક્ષીઓના નિવેદન રજૂ કર્યા હતા. આ કેસમાં સંડોવાયેલા કુલ 8 પોલીસ કર્મચારીઓ પૈકી એકનું મોત થયું છે, જ્યારે બે આરોપીઓને હાલમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

તરુણ બારોટ તરફે દાખલ કરાયેલી ડિસ્ચાર્જ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને કેસમાં ખોટી રીતે તેમને સામેલ કરવામાં આવ્યા છે. તરુણ બારોટ આ કેસમાં સંડોવાયેલા હોય તેવો કોઈ સીધો નિવેદન નથી. આ કેસમાં તેમની સામે તથ્ય માત્ર આટલો જ છે કે તેઓ 2 જાન્યુઆરી થી 4 જાન્યુઆરી 2003 દરમિયાન મુંબઈ ગયા હતા.

ગત 24મી નવેમ્બરના રોજ સ્પેશ્યલ CBI કોર્ટે સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારી – આર.એલ. મવાણી અને અજયપાલ યાદવને દોષમુક્ત જાહેર કર્યા હતા.

સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે પોલીસ કર્મચારી – અજયપાલ યાદવ અને આર.એલ. મવાનીને દોષમુક્ત જાહેર કરતા નોંધ્યું હતું કે બંને અરજદારો સામે કાર્યવાહી કરવા માટે પુરતા કારણો ઉપલબ્ધ નથી. બંને અરજદારો આ ગુનામાં સંડોવાયેલા છે તેવું સ્પષ્ટ થતું નથી. આ કેસમાં મુંબઈ અને ગુજરાતના કેટલાક ઉચ્ચ પોલીસ કર્મચારીઓ સંડોવાયેલા છે

(10:22 pm IST)